Scd with pregnancy with crisis ..Story
#sicklecelldiary
#sicklecell Disease with pregnancy...
સિકલ સેલ ડીસીઝ સાથે પ્રેગનેન્સી.. એક વાત..
દિવાળીના દિવસે એક સિકલ સેલ ડીસીઝ સાથે 8 મહિનાની પ્રેગ્નન્સી અને સિકલ સેલ crisis સાથે આવે છે..થાક,કમ્મર અને હડકાનો દુઃખાવો, છાતીમાં દુઃખાવો વિગેરે...લક્ષણો એ સિકલ સેલ crisis શરૂ થઈ ગઈ છે એ ખબર પાડવા પૂરતા છે..ગામડાંમાં થી chc પર બતાવા જતા આગળ લઈ જવું પડશે ? સ્વાભાવિક છે કે આવા કેશ માં સુવિધાઓ યુક્ત હોસ્પિટલમાંજ સારવાર કરાવવી પડે..1 દિવસ આમાંજ જતો રહે છે..ફરી મને ફોન આવે છે સાહેબ હજુ કોઈ ફરક પડતો નથી..દવાઓ લીધી છે પરંતુ તબિયત બગડતી જઈ રહી છે...રાત્રે સરકારી દવાખાનામાં લોહી ચઢાવીને પ્રાથમિક સારી સારવાર આપીને ડોકટર સાહેબ સાથે વાત કરી..સુરત સિવિલમાં એડમિટ કરવા રીફર કરવા જણાવ્યું.. મારી કોલેજ હોવાથી અને મને ખબર છે સિકલ સેલ માટે સુરત સિવિલ માં ઘણી સારી સુવિધાઓ છે.ICU,BLOOD TRANSFUSION, OXYGEN,VENTI ETC પછી..આજે 5 દિવસ પછી એ બહેન સંપૂર્ણ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થઈ એના ઘરે જઈ રહ્યા છે. 8 મો મહિનો ચાલતો હોવાથી ફરી ..થોડા દિવસ પછી સુરત સિવિલ આવશે...પરંતુ કહેવાનો મતલબ એટલોજ કે જે મહિલાને સિકલ સેલ ડીસીઝ છે અને પ્રેગ્નન્સી છે એને ઘણી નાની નાની બાબતો નું ધ્યાન રાખવું પડશે...જો તમારા શરીરમાં કોઈપણ જાતનો દુઃખાવો કે બદલાવ અનુભવો તો તરત હોસ્પિટલમાં બતાવવા જાવ જેથી કોઈ મોટી મુસીબત આવતા પહેલા એની સારવાર થઈ શકે...
સુરત સિવિલ હોસ્પિટલ સ્ટાફ નો આભાર અને અભિનંદન...
જાગૃતિ એજ પ્રથમ સફળતાની નિશાની છે..
Dr Dexter...
Comments
Post a Comment