આદિવાસી જન પ્રતિનિધિઓ અને વિસ્તારો

 #dexterdiary

#આદિવાસી..પ્રકૃતિ પૂજક અને પ્રકૃતિના નિયમોને માનનારો.. પોતાનીજ રૂઢિ,પરંપરાઓ અને જળ,જંગલ ,જમીનને પોતાના આરાધ્ય માનનારો...વર્ષોથી કુટુંબ કબીલાઓમાં સાથે રહેતો સમાજ આજે એક એવી વ્યવસ્થાનો શિકાર બની ગયો છે કે પોતાના અસ્તિત્વને પણ દાવ પર લગાવી દીધું છે..આજે આદિવાસીઓ નાત, જાત અને જ્ઞાતિઓમાં વહેંચાય ગયા છે..પક્ષ અને પાર્ટીઓ(રાજકારણ) એ દરેક ગામ અને કસ્બાઓને વહેંચી નાખી બરબાદ કરી નાખ્યા છે..અમીર અને ગરીબ આદિવાસીઓ ની એક અલગ ઓળખ ઉભી થતી જઈ રહી છે...અમિર આદિવાસીઓ ગરીબ અદિવાસીઓનાં હક્કો છીનવી રહ્યા છે અને એમને એમના જંગલો અને રહેઠાણ માંથી વિસ્થાપિત થતા જોઈ રહ્યા છે..જન પ્રતિનિધિઓ આદિવાસી ની બેઠકો પર ચૂંટાયા પછી એમનાજ સમાજના પડખે ઉભા નથી રહેતા..થોડા જન પ્રતિનિધિઓને બાદ કરતા મોટે ભાગે આજ સિકસિલો ચાલુ રહે છે..આદિવાસી ગામડાઓ ગરીબી,બેરોજગારી,વ્યસનો,સિકલ સેલ,કુપોષણ અને શિક્ષણ નો અભાવ જેવા મુદ્દાઓ થી ઘેરાયેલો છે..બંધારણમાં આપેલા અધિકારોથી વંચિત થતો મારો સમાજ એક એવા પથ પર સવાર છે કે જેને જો રોકવામાં નહિ આવે તો ખેદાન મેદાન થઈ જશે..રૂઢિગત ગ્રામ સભાઓ જ કદાચ એને રોકી શકશે..કારણ કે લોકશાહીના પર્વ એવા ચૂંટણીને આ જન પ્રતિનિધિઓએ ધંધો બનાવી દીધો છે..આદિવાસી વિસ્તારોને જો કોઈ બચાવી શકે એમ હોઈ તો તે ફક્ત બંધારણની જાગૃતિજ છે..બંધારણની જમીની સ્તર પર અમલવારી જરૂરી છે..

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા