અરુણની વાત

 #sicklecelldiary

#sicklecellawarenessfoundation 

#સિકલસેલમાર્ગદર્શનકેન્દ્ર 

   અરુણ આજે 13 વર્ષનો થઈ ગયો છે.. છેલ્લા 4 વર્ષથી અમારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર.કોડબા( સાગબારા) ખાતે નિયમિત દવાઓ માટે આવે છે..ભણવામાં પણ હોશિયાર છે..વચ્ચે વચ્ચે બીમાર પડી જાય તો ઘરે એના માં/ ,બાપ લઈ જાય છે..પાછો સારો થઈ આશ્રમ શાળામાં જતો રહે છે..માં/બાપ બન્ને મજૂરી કરી ને જીવન નિર્વાહ કરે છે..એમને 3 બાળકો છે જેમાં અરુણ અને એની મોટી બહેનને સિકલ સેલ ડીસીઝ છે..બન્ને ની દવા અમારા માર્ગદર્શન કેન્દ્ર પરથીજ ચાલે છે..મોટી બહેને 8 ધોરણ પછી ભણતર છોડી દીધું છે ને સીવણ કામ શીખી લીધું છે..બાળકો બીમાર રહેતા હોવાથી કુટુંબ પર ઉછીના રૂપિયા લીધેલા હોઈ તે પણ ભારણ રહેતું હોઈ છે..એક દિવસ અરુણ ને સુરત તપાસ માટે સુરત સિવિલ મોકલવા કીધું અને ચિઠ્ઠી પણ લખી આપી..થોડા દિવસ પછી અરુણના પપ્પાનો કોલ આવ્યો કે સાહેબ અરુણની તબિયત સારી નહતી એટલે વ્યારા સિવિલમાં એડમિટ કર્યો છે અને હવે સુરત સિવિલ લઈ જવા કીધું છે...તો અમે લઈ જઈએ છીએ...તમે ડોકટર સાહેબ સાથે વાત કરી લેજો..મારાથી સહજતાથી પૂછી લેવાયુકે કેમ મેં કીધું હતું ત્યારે સિવિલ બતાવવા ના ગયા...ત્યારે કીધું કે સાહેબ છેલ્લા 15 દિવસથી મજૂરી મળી નહતી અને ઘરમાં રૂપિયાજ નહતા..તો કેવી રીતે જતા.?.આ જવાબ સાંભળીને હું પોતે પણ વિચારમાં પડી ગયો કે મારી પાસે આવતા ઘણા ગરીબ લોકો પાસે કદાચ ભાડું પણ નહિ હોઈ.? આથી હવે પછી દરેક મારા સિકલ સેલ માર્ગદર્શન પર આવતા મિત્રોને પહેલા પૂછી લવ છુ કે કેવી રીતે અહિયાં આવ્યા અને ઘરે જવાનું ભાડું કે જમવાની વ્યવસ્થા છે..આ વાતને ઘણો સમય થઈ ગયો છે પરંતુ નજાણે કેટલા અરુણ આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે..

Dr Dexter ની ડાયરી માંથી.....

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત