Scd story 1

 #sicklecelldiary

#sicklecellstory.

      રોકી એક નાનકડા ગામમાં રહે છે. 7 વર્ષની ઉંમરથી એના માં બાપને ખબર પડી ગઈ છે કે એના બાળકને સિકલ સેલ ડીસીઝ છે...ત્યાર પછી રોકિને સિકલ સેલ crisis ચાલુ થઈ જાય છે..પછી આ પરિવાર હોસ્પિટલ અને ઘર ના ચક્રવ્યૂના વમળોમાં ફરતો રહે છે.સમય પસાર થતો રહે છે.. આમ ને આમ રોકિના જીવનના 20 વર્ષે પુરા થઈ જાય છે.અને graduation પૂરું થઈ જાય છે..એક વાર ફરી વધારે બીમાર પડી જવાથી હોસ્પિટલમાં એડમિટ કરવો પડે છે અને 10 દિવસ ICU રહ્યા પછી રિકવરી ફેઝ ચાલુ થાય છે અને અચાનક એક બ્લડ રિપોર્ટ આવે છે જે ચોંકાવનારો હતો..HIV Positive ...આ રિપોર્ટ જાણીને આખો પરિવાર સ્તબ્ધ થઈ જાય છે ને જાણે કોઈ આભ તૂટી પડ્યું હોઈ એવો માહોલ સર્જાય છે..HIV positive થવાનું કારણ એટલુંજ હતું કે રોકી ને હમણાં સુધીમાં 50 થી પણ વધારે વાર bood transfusion કરવામાં આવ્યું છે..પરંતુ રોકે એ આ દરેક સંઘર્ષ ને પોતાના જીવનમાં તાકાત સાથે જીવન વ્યતીત કરવાનું મક્કમ મનોબળ બનાવી ચુક્યો હતો..આજે 33 વર્ષ ની ઉમર સાથે જીવનનો આનંદ માણી રોકી સંઘર્ષ કરી રહ્યો છે..આપણે નાની નાની બાબતોમાં હાર માની લઈએ છીએ પરંતુ તમારી આજુબાજુ એવા પણ યોદ્ધાઓ હોઈ છે જે તમને જીવન જીવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત