આદિવાસી વિસ્તારમાં 10 વર્ષ
#sicklecelldiary
મારા અનુભવો 10 વર્ષના..આદિવાસી સમાજ અને વિસ્તારોની વાત કરવી એ એટલી સરળ નથી..ત્યાં રમણીય ડુંગરો છે તો એની રાતની ડરામણી એકલતા પણ છે..એના કુદરતી જંગલો છે તો સાથે જંગલી જાણવરોનો ડર પણ છે..શુદ્ધ હવા અને પાણી છે તો ગરીબી પણ છે..પોતાની સંસ્કૃતિ,રૂઢિ અને પરંપરાઓ છે તો સાથે અજ્ઞાનતા પણ છે..શારીરિક રીતે મજબૂત છે તો અંધશ્રદ્ધા પણ છે..સિકલ સેલ ,કુપોષણ અને વ્યસનો પણ છે..શિક્ષણનો અભાવ પણ છે..ને સાથે રોજગારી પણ નથી..શિક્ષણ લેવું છે પરંતુ એ માટે સુવિધાઓ નથી..સિકલ સેલ ને નાથવો છે પણ જાગરૂકતા નથી...આભને આબવો છે પરંતુ રસ્તો ખબર નથી..જંગલોથી એટલો પ્રેમ છે કે એને છોડીને જવાનું મન નથી..પશુ પાલન અને થોડી જમીન ખેડીને જીવન ખુશીમાં વ્યતીત કરી લેવા વાળો આ આદિવાસી સમાજ ને તમે જેટલા નજીક થી જાણો એટલા તમને પોતાના લાગશે...10 વર્ષે થઈ ગયા અમને આ સિકલ સેલ જન જાગૃતિ માટે કામ કરતા કરતા..હજારો આદિવાસી ગામો અને લાખો આદિવાસી સમાજના લોકોને અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં મળ્યો છુ.. એમની સાથે રહ્યો છું..ચર્ચાઓ કરી છે..અમારા અદિવાસીઓનાં વાર ,તહેવારો, રીત,રિવાજો અને પ્રસંગો સાથે ઉજવણી કરી છે..હોળી એ એક એવો તહેવાર છે જે દરેક આદિવાસી વિસ્તારોમાં ઉજવામાં આવે છે..મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડર ગામોમાં મેં હોળી ને એક અદભુત તહેવાર તરીકે જોયો છે..સ્ત્રી અને પુરુષ ને એક સાથે મજૂરી અને ઘર ચલાવતા જોવ છુ.. શહેરો ની નજીક જે આદિવાસી ગામો છે તે પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે બાકી અમારા અંદરના ગામો તો હજુ પણ અદિવાસીયત ના પુરાવા આપી રહ્યા છે...યહાઁ મોગી માં ના દર્શન કરી જયારે પાછો સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર.કોડબા( સાગબારા) જવા પાછળના રસ્તે નીકળું છુ ત્યારે ત્યાં નો અદભુત કુદરતી સૌંદર્ય મને નવી ઉર્જા અને શક્તિ પુરી પાડે છે...
Dr Dexter ની સફર ...
Comments
Post a Comment