Sickle cell story.vaibhavi
#sicklecellstory
#sicklecelldiary
વૈભવી એક 21 વર્ષની છોકરી..છેલ્લા 7 વર્ષથી અમારા માર્ગદર્શન કેન્દ્ર પર નિયમિત દવાઓ લેવા આવે છે...આટલા વર્ષોમાં એમ તો એને નાની નાની તકલીફો સિવાય કોઈ વધારે તકલીફ પડી નથી પરંતુ એના ચહેરા પર એક ઉદાસીનતા જોવા મળે છે..મારા સીકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર પર એટલી ભીડ હોઈ છે કે વધારે લોકોને સમય નથી આપી શકતો પરંતુ આજે થોડો સમય વૈભવી સાથે વાત કરવા માટે નક્કી કર્યું .હું મારા દરેક સિકલ સેલ મિત્રોને એમના હાવ ભાવ અને ચહેરા પરથી ઓળખી જાવ છુ.. કે પરિસ્થિતિ કેવી છે..મેં એને પૂછ્યું કે કેમ કોઈ tenson છે કે કોઈ પ્રોબ્લેમ છે તને શારીરીક તકલીફ કરતા માનસિક તકલીફ વધારે લાગે છે..થોડી વાર વાત વાતમાં મેં એની સાથે ચર્ચા આગળ વધારી મારો સ્ટાફ આદિવાસી ભાષા બરાબર જાણે છે અને મને પણ સમજે છે કે સાહેબે આ વાત કે કરી...વૈભવી ના માં/બાપ ઘણા ગરીબ છે..લોકો એ ત્યાં મજૂરી કરી ઘર ચલાવે છે..એક ભાઈ છે પરંતુ એ પણ પીવા પર ચઢી ગયો છે...જેથી ઘર આર્થિક મુસીબતો થી ઘેરાયેલો રહે છે..ઉપર થી એની બીમારી અને માં/બાપ ને એના લગ્નની ચિંતા રહે છે..એ જાણે છે કે એની શારીરિક પરિસ્થિતિ શુ છે..આવનારો સમય કેવો હશે..પરંતુ લાચાર માં/બાપ ને કઈ રીતે સમજાવે...એની ઈચ્છા છે કે એ એના માં/બાપ નો સહારો બને...બસ આ વાત મારા મન ને ઝંજોડી ગઈ અને વિચાર કરવા લાગ્યો કે જે બહાર 200 બેઠા છે એ અને જે સિકલ સેલ ડીસીઝ થીં પીડિત છે એવા મોટા ભાગના લોકોની પરિસ્થિતિ પણ આ વૈભવી જેવીજ હશે..એટલે નક્કી કર્યું કે સિકલ સેલ જન જાગૃતિ સાથે સિકલ સેલ ધરાવતા મિત્રો ને સ્વબળે આત્માનિર્ભર કેવી રીતે બનાવી શકાય.. એક વિચાર થી આગળ હવે મારા સિકલ સેલ મિત્રોને એમની જગ્યાએ જ આત્મનિર્ભર કરવા છે અને એ માટે શું કરી શકાય એની તપાસ,સંશોધન અને તમારા જેવા મિત્રોનો સાથ,સહકાર અને સૂચનો સાથે કોઈનો સંપર્ક હોઈ તો જણાવવા વિનંતી.. હા વૈભવી ને સીવણ કલાસ નો કોર્ષ કરાવી આજે પગભર કરી દીધી છે એનો સંતોષ છે પરંતુ હજુ ઘણી વૈભવી અને વૈભવ ને આત્મનિર્ભર કરવા પડશે..
Dr Dexter patel
Sickle cell awareness foundation
9924123714
Comments
Post a Comment