સિકલ સેલ અને જીવન
#sicklecelldiary
સિકલ સેલ એક લોહીની વારસાગત બીમારી જે શરીરમાં બહારથી દેખાતી નથી પરંતુ શરીરના અંદરના ભાગોને ધીરે ધીરે ગંભીર નુકસાન કરે છે.બહારથી લોકોને એમ લાગે છે કે આને કોઈ તકલીફ નથી પરંતુ જેને સિકલ સેલ છે એને અને એના પરિવારને પૂછી જુવો કે શું તકલીફો પડે છે અને એ તકલીફો વખતે કઈ પરિસ્થિતિ માંથી ગુજરવું પડે છે...જે લોકોને સિકલ સેલ ડીસીઝ છે એ લોકો એક તો ભણતર(સ્કૂલ) અધવચ્ચે છોડી દે છે..કારણ કે વારે વારે બીમાર પડવું,દુઃખવાને લીધે ભણતર અને સ્કૂલ એમ બન્ને વારે વારે બગડે છે જેથી માં/બાપ જ સ્કૂલે થી ઉઠાવી લે છે( School dropout ration in SCD is 80%). મજૂરી કે નોકરી વધારે કરી નથી શકતા( રજાઓ પડવાથી લોકો નોકરીએ રાખતા નથી).છોકરીઓ તો નાનું મોટું ઘર કામ કે સીવણ કામ અથવા બ્યુટી પાર્લર જેવી જગ્યાએ કામ કરી લે છે પરંતુ મોટા ભાગના સિકલ સેલ ડિસીઝ છોકરાઓ ઘરેજ બેસી ને પોતાનો સમય વ્યતીત કરે છે અને ચાલુ થાઈ છે બીજા અનેક સંઘર્ષો..જેવા કે લગ્ન ન થવા,વ્યસનો( નવરા બેસી રહેવાથી બાળકો ઉધા રસ્તે વળી જાય છે).રોજગારી ની ઉણપ,લોકો એવી પણ વાતો કરે છે કે હવે આવા બીમારી વાળા લોકો વધારે જીવતા નથી...એવી અનેક વાતો અને પરિસ્થિતિઓ છે જેનું સમાધાન આપણે શોધવું પડશે...ફક્ત આને એક બીમારી નહિ પરંતુ આવનાર પેઢીને તંદુરસ્ત અને અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ આપણે બધાએ કરવો પડશે...ઘણી બધી બાબતો છે જે મારે તમારા સુધી પોહચાડવી છે પરંતુ સમયની વ્યસતા(અભાવ)ને લીધે જે પુસ્તક હું લખી રહ્યો છું તે માટે સમય લાગશે..પરંતુ એક દિવસ સિકલ અને જીવન એ પુસ્તક તમારા સુધી પોહચાડીશ...સિકલ સેલ પડિતોનો જીવન સંઘર્ષ ઘણો લાંબો અને પીડા દાયક હોઈ છે...એક દિવસ એમના જીવનમાં પણ અજવાળું આવશે એવી પ્રકૃતિ ને પ્રાર્થના..
Dr Dexter patel
Sickle cell foundation
Comments
Post a Comment