ડાંગ ના બાળકો અને વિસ્તારો સાથે વર્ષાઋતુ
#dexterdiary
#foresttraveller
ડાંગ ના અંતરિયાળ વિસ્તારો ની સફરની વાત.. આદિવાસી વિસ્તારો આ વર્ષાઋતુ માં નયનરમ્ય અને અલ્હાદક થઈ જાય છે.. આદિવાસી સમાજે એનો પ્રકૃતિ ધર્મ હજુ પણ જાળવી રાખ્યો છે..આદિવાસીઓ હમેશા પ્રકૃતિ પૂજક અને પ્રકૃતિ રક્ષક તરીકે આદિકાળથી જોડાયેલા છે..પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકૃતિ રક્ષકોને એમના રૂઢિ અને પરંપરાગત વ્યવહારો થી ધીરે ધીરે વિમુખ થતો જઈ રહ્યો છે આ એક દુઃખદ અને વિચાર કરવા લાયક મુદ્દો છે..આજે આદિવાસી વિસ્તારો પ્રકૃતિ ના સૌંદર્ય થી ભરપૂર ખીલી રહ્યા છે પરંતુ ત્યાં વસવાટ કરવા વાળા લોકોની પરિસ્થિતિ ત્યાંના સૌંદર્ય કરતા વિપરીત છે..
આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં હમેશા જતો રહેતો હોવ છુ અને ત્યાંની મોટા ભાગની પરિસ્થિતિઓથી વાખેફ છુ.. વર્ષાઋતુ ની શરૂવાત થઈ ગઈ છે..લોકો ગામડાઓ તરફ શનિ/રવિવારે ફરવા અને ઝરણાં અને ધોધ જોવા લાઈનો લગાવી રહ્યા છે...પરંતુ આ ભીડમાં મને ત્યાંના એવા નાના બાળકો જોવા મળ્યા જે લોકોને ધોધ જોવા 20 રૂપિયા માં આખું નાના બાળકોનું ટોળું તમને ધોધે લઈ જશે અને આખો સમય તમારી સાથે રહેશે..મને એમની વિશે જાણવાની જિજ્ઞાસા જાગી..હું ધોધને પડતો મૂકી બાળકોની દિન ચર્ચા વિશે ગામ લોકો સાથે વાત કરી...ત્યાંના વડીલ લોકોએ જણાવ્યું કે આ બધા બાળકો માંથી મોટા ભાગના બાળકો તો નિશાળે જતાજ નથી..માં/બાપ મજૂરી અથવા ખેતી કરવા જતાં રહે..અને શેરડી કાપવા જતા રહે..પરંતુ ગામમાં 5 કે 8 ધોરણ સુધી સ્કૂલ છે ત્યાં સુધી ગામમાં ભણી લે છે પછી આ બાળકો ભણવા જતાજ નથી..મોટે ભાગે બાળકો રમીને સમય પસાર કરે છે..અને છેલ્લે મોટા ભાગના બાળકો મોટા થઈ મજૂર બનીને રહી જાય છે..અને આ પરિસ્થિતિ દરેક આદિવાસી વિસ્તારોની છે..ખાસ કરી અંદરના ઉંડાણ વાળા ગામડાઓની ..જો આ બાળકોને શિક્ષણ તરફ નહિ વાળવામાં આવે તો આપણે ઘણું ગુમાવાનું આવશે..દરેક શિક્ષિત આદિવાસી લોકો અને સમાજ સુધારક લોકોએ આ વિસ્તારોને શિક્ષિત કરવા જવાબદારી લેવી પડશે..હા આ મુશ્કિલ જવાબદારી છે અને આવા સેવાકીય કાર્યો કરવા ઘણા સંઘર્ષ નો સામનો કરવો પડશે પરંતુ જો એક ઘર માંથી એક બાળક પણ ભણીને ને આગળ નીકળી જશે તો એ કુટુંબ નું ભલું થઈ જશે..એક પેઢીને ભણાવી દો પછી પરિવર્તન જરૂર આવશે..ભુવનેશ્વર ના klinga university (kiit) Dr Achyuta Samanta જેવા સમાજ સેવક અને શિક્ષણ સુધારક બનાવવા પડશે જે લાખો આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ થકી એક નવી ઉંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે..પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે અમારા વિસ્તારોને kalinga જેવા શિક્ષણ સસ્થાનો મળે..
Comments
Post a Comment