રક્ષાબંધન 23

 #SickleCellDiary


રક્ષા બંધન ના પવિત્ર દિવસે આ પોસ્ટ હું દર વર્ષે લખું છું..


દર રક્ષા બંધનના દિવસે હું મારી બહેનની સમાધિ સ્થળ પર જઇ એકજ પ્રાથના કરું છું કે મને પ્રકૃતિ એટલી શક્તિ આપે કે હું મારા જીવવાના છેલ્લા શ્વાસ સુધી સિકલ સેલ જન જાગૃતિ માટે કામ કરતો રહું. આજ મારી રક્ષા બંધનની ભેટ હશે એના માટે..


============


દર રક્ષાબંધનના દિવસે મારી આ પોસ્ટ મને આવનાર સમય માટે ચાલકબળ પૂરું પાડે છે..

Dr Dexter ની જીવન સંઘર્ષ ની એક ગાથા ....

     આ પવિત્ર પર્વ રક્ષાબંધને સમર્પિત એક ભાઈની એની મૃત બહેન ને શ્રધ્ધાજલી...

આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે હું મારી બહેન સ્વ ડો પેટ્રીસા પટેલ..ને યાદ કરી મારી આજની પોસ્ટ લખી રહ્યો છું....જીવનમાં હું કયારે પણ નથી હાર્યા કે નથી હતાશ થયો...પરંતુ 21/12/12..એ દિવસ મારા જીવનનો એક એવો દિવસ રહયો કે જે મારા જીવન ને કંપાવી ગયો....છેલ્લા 18 દિવસથી જીવન મરણ નો સંઘર્ષ કરતી મારી બહેનને હોસ્પિટલમાં એ દિવસે જીન્દગી હરાવી ગઈ ...એના મોત નું કારણ હતું આ... સિકલ સેલ .....

    અને એજ દિવસે આ Dr Dexter Patel....એ જીવનના આખરી શ્વાસ સુધી સિકલ સેલ સામે લડવાનું વચન મારી બહેનની આખરી વિદાય વખતે જ આપી દીધું હતું....અને ઉદય થયો SICKLE CELL AWARENESS FOUNDATION નો ...એક ભાઈ  પોતાની  બહેનને  મરણ પથારી પર અભય વચન આપી ચુક્યો છે કે  હું મારા જીવનના આખરી શ્વાસ સુંધી સિકલ સેલ જન જાગૃતી લોકોમાં લાવવા માટે લડતો રહીશ..... 

          હું સિકલ સેલ જન જાગૃતિ માટે એટલા માટે નથી લડતો કે મને શોહરત, માન, મોભો કે બીજી કોઈ દુનિયાવી વસ્તુનો લોભ કે લાલચ છે..મારી લડાય સિકલ સેલ સામે એટલા માટે છે કારણ કે હું હવે પછી કોઈના પણ ભાઈ કે બહેને મારી જેવી પરિસ્થિતિ માં જોવા તૈયાર નથી...હું લડીશ અને તમારા પાસે પણ એજ અપેક્ષા રાખું છું કે મને આ જંગમાં મદદ કરો..જેથી કોઈના લાડકવાયો આ દુનિયામાંથી અકાળે વિદાય ના થાય..

      એક જંગ જે હું સિકલ સેલ સામે છેડી ચુક્યો છું..અને તમારા પાસે મદદની અપેક્ષા સાથે મને વિશ્વાસ છે કે આપણે ભેગા મળી આ સિકલ સેલ ને હરાવી ને રહીશું...

   13 વર્ષના આ સંઘર્ષના સમયમાં મારી સાથે નામી અને અનામી મિત્રોનો સાથ અને સહકાર સતત મળતો રહ્યો છે..દરેક મિત્રો ખુશ અને તંદુરસ્ત રહે એવી પ્રકૃતિ ને પ્રાર્થના..રક્ષાબંધન ની શુભેચ્છાઓ...


Dr Dexter patel

9924123714

Comments

Popular posts from this blog

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સ્ત્રીઓ ના જીવન પર સિકલ સેલની અસરો

સિકલ સેલ પર કાવ્ય રૂપી વાત