સિકલ સેલની ગંભીર અસરો
#sicklecelldiary
સિકલ સેલ એક લોહીની વારસાગત બીમારી છે..લોકો આને એટલાજ અર્થમાં જાણે છે પરંતુ સિકલ સેલ ડીસીઝ થી પીડાતો એ વ્યક્તિ અને એના પરિવાર પર જે તકલીફો ના સંખ્યાબંધ હુમલાઓ થતા રહે છે તે ફક્ત એ લોકોજ જાણે..ગરીબી અને બીમારી સાથે વ્યસ્થાઓ નો અભાવ એ આદિવાસી વિસ્તારો માટે અભિશાપ છે..જંગલો લોકોને આકર્ષતા હોઈ છે પરંતુ ત્યાં જે તકલીફો છે એ ત્યાં રહેતા લોકોનેજ ખબર.ડુંગરા દૂરથી રળિયામણા લાગે એમ જંગલોની હસીન વાદીઓ લોકોને આકર્ષક લાગે છે..મારા સિકલ સેલ જન જાગૃતિના 12 વર્ષના અનુભવો પરથી કહીશ કે એક સિકલ સેલ ડીસીઝ પીડિત વ્યક્તિ થકી એના પુરા પરિવાર પર આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ નું વહન કરવું પડતું હોઈ છે...સિકલ સેલ ની વાત કરવી ઘણી સરળ છે પરંતુ એની નાબુદી,સારવાર,તપાસ,માનસિક અને સામાજિક તકલીફો પર કોઈ ચર્ચાઓ કે એના નિરાકરણ માટે એમની સાથેજ ચર્ચાઓ કરવી પડે..સિકલ સેલ એ ફક્ત રોગ નથી પરંતુ આવનારી પેઢીના અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ છે..
Comments
Post a Comment