Sickle beta thalassemia

 Dr Dexter's sickle cell Diary


=======

 Sickle beta thalassemia ધરાવતા ઘણા લોકો મને સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર પર મળવા આવી રહ્યા છે..એમના બાળકોને આ બીમારીને લીધે શારીરિક તકલીફો પડી રહી છે જેથી બાળકોને લીધે એમનો પણ hplc ટેસ્ટ કરવાથી ખબર પડે છે એ લોકોને ટ્રેટ હતો જેથી અજાણતા માં disease એમના બાળકોને વારસા માં આ બીમારી મળી ગઈ... આ બીમારી હવે આદિવાસી સમાજ કે વિસ્તારો પૂરતી મર્યાદિત નથી રહી હવે તો શેહેરોમાં પણ આનુ પ્રમાણ વધી રહ્યું છે...


A Case study of sickle beta thalassemia....


   મિત્રો આજે વાત કરી રહ્યો છું તમારામાંથી જ એક વ્યક્તિની....જેથી તમે સમજી શકો...કે સિકલ બીટા થેલેસેમિયા શુ છે.....


  એક ઘરમાં પતિને સિકલ સેલ ટ્રેટ છે જયારે પત્ની ને સિકલ સેલ ટેસ્ટ નેગેટિવ આવે છે...જેથી કોઈ પણ જાતના ટેન્શન વગર એ લોકો પ્રેગનેન્સી રાખવા આગળ વધે છે...આ યુગલ બન્ને ભણેલા અને નોકરિયાત છે જેથી સિકલ સેલથી પરિચિત છે..પત્નિ ને પ્રેગનેન્સી રહે છે અને પુરી પ્રેગનેન્સી દરમિયાન ડોકટર ની સલાહ અને સૂચનાઓને અનુસરે છે...એક તંદુરસ્ત બાળકને જન્મ આપે છે..અને એમ એક નવા જીવનો આ યુગલના જીવનમાં હર્ષોલ્લાસ સાથે આગમન થાય છે...સમય વીતતો જાય છે...બાળક એકદમ તંદુરસ્ત છે...આ બાળકની 10 વર્ષની ઉંમર પછી નાની નાની  તકલીફો ચાલુ થાય છે...ઘણા દવાખાને બતાવે છે અને દવા કરી થોડા સમયમાં સારૂં થઈ જાય છે પરંતુ આ નાની નાની બીમારી જેવીકે શરીરમાં દુઃખાવો થવો,તાવ આવવો, શરીરમાં લોહી ઓછું થવું વિગેરે નો સિલસિલો ચાલુજ રહ્યો..શુ થઈ રહ્યું છે એ સમજવું મુશ્કિલ પડી રહ્યું હતું....સમય વીતતો ગયો અને આ બાળક એક દિવસ વધારે બીમાર પડે છે અને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડે છે અને ઘણા ટેસ્ટ કરાવ્યા પછી ફરી એમને સિકલ સેલ યાદ આવ્યો અને આ બાળકનો Heb Electrophoresis (HPLC) TEST કરાવવામાં આવે છે.  અને diagnosis નીકળે છે sickle beta  Thelesemia....આ diagnosis પછી ફરી એ બાળકના માતા અને પિતાનો Heb Electrophoresis Test કરતા માલુમ પડ્યું કે પિતાને તો સિકલ સેલ ટ્રેટ હતોજ પરંતુ માતાને સિકલીગ ટેસ્ટ નેગેટિવ આવવાથી આગળ કોઈ ટેસ્ટ કરાવવામાં આવ્યો નહિ અને માતા પોતે Thelesemia Minor  હતા..જેથી એમનું આવનાર બાળકને સિકલ બીટા થેલેસેમિયા નિકડયું...કહેવાનો મતલબ એવો કે બનીશકે તો Hb Electrophoresis test કરાવવો વધુ હિતાવહ છે...


આ જે લખી રહ્યો છુ તે મારા સિકલ સેલ opd ના અનુભવો છે...જેથી જો કોઈ ભૂલ થતી હોઈ તો માફ કરવા વિનંતી...


આભાર...

Comments

Popular posts from this blog

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સ્ત્રીઓ ના જીવન પર સિકલ સેલની અસરો

સિકલ સેલ પર કાવ્ય રૂપી વાત