સિકલ સેલ ને આદિવાસી વિસ્તારમાં આગળ વધતો કેવી રીતે રોકવો??
#Dr Dexter's
#SickleCellDiary
#MissionSickleCellAwareness
====
મિત્રો...આજે વાત કરીશ સિકલ સેલ ને આદિવાસી વિસ્તારોમાં કેમ નથી નાથી શક્યા ???
સિકલ સેલ માટે 2 પ્રકારે પ્રોગ્રામ આગળ વધારવો પડે.
1) સિકલ સેલ curative પ્રોગ્રામ જેમાં સિકલ સેલ જે લોકોને છે તે લોકો માટે ટ્રેટમેન્ટ અને જાણકારી આપવી
2) સિકલ સેલ પ્રેવેન્ટીવ પ્રોગ્રામ જેમાં સિકલ સેલ ને આવનારી પેઢીમાં આવતા રોકવો..જે ફક્ત સિકલ સેલ જન જાગૃતિ લાવવાથીજ શક્ય છે..
આજે તમને આ વાત એટલે કરી રહ્યો છું કેમ કે હું ઘણા સિકલ સેલ નિષ્ણાતો,વર્કરો, વોલેન્ટરીયર્સ,સિકલ ngo, હોસ્પિટલો, સરકારી હેલ્થ અધિકારીઓ વિગેરે સાથે આ સિકલ સેલની ચર્ચાઓ કરીને...એક મારુ તારણ કહી રહ્યો છું..બની શકે હું ખોટો પણ હોવ...પરંતુ હાલમાં અને ભુતકાળમાં સિકલ સેલ નિયંત્રણ માટે મોટે ભાગે curative પ્રોગ્રામ અને સિકલ સેલ એનીમિયા પરજ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે...જેમાં જેને સિકલ સેલ એનીમિયા હોઈ તે જયારે બીમાર પડે તો સારવાર આપવી પૂરતું સીમિત હતું હા હવે જાગૃતિની લીધે પરિવર્તન આવી રહ્યું છે...મેં જોયું છે કે આખું ઘર સિકલ સેલ એનિમિયા વાળું હોઈ છે અને ઘણી જગ્યા એતો સિકલ એનિમિયા વાળા ઘરમાં પણ બીજા લોકોને એમના સિકલ સેલ વિશે ખબર નથી હોતી...(એમાં વાંક બન્ને પક્ષે છે)..
સિકલ સેલ પ્રેવેંટિવ પ્રોગ્રામ એ એવી વસ્તુ છે જેનો અમલીકરણ જો સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સિકલ સેલ એનીમિયા ને આવનાર પેઢીમાં આવતા મહદ અંશે રોકી શકાય..આ માટે લોક ભગીદારી કરાવવી પડે...સિકલ સેલ જન જાગૃતિ લાવવી પડે...સિકલ સેલ ફરજિયાત screening ટેસ્ટ માટે કાયદો બનાવવો પડે.
હું ઘણા સમયથી આદિવાસી ગામોમાં ફરું છું. ઘણા લોકો સાથે વાત કરું છું..લોકો સિકલ સેલ એનિમિયા ના લીધે બીમાર પડે છે...હોસ્પિટલમાં જાય છે ટ્રીટમેન્ટ કરાવે છે..પાછા ઘરે આવે છે...ફરી થોડા સમય પછી બીમાર પડે છે ને હોસ્પિટલમાં ટ્રેટમેન્ટ કરાવે છે...ઘરે જાય છે... ..બીમાર પડવું...ટ્રેટમેન્ટ કરાવવી...આ સીલ સીલો આખા જીવનભર ચાલીયાજ કરે છે..અને જો ઘરમાં 2 કે 3 કેશ સિકલ સેલ એનિમિયા ના હોયતો સમજો 365 દિવસ આજ સીલ સીલો ચાલતો રહે છે....હું આ સીલ સિલા ને ખતમ કે ઓછું કરવા માટે સિકલ સેલ જન જાગૃતિ લાવવા માંગુ છું...હું તમને વચન આપું છું જો આપણે ભેગા થઈ ને આ સિકલ સેલ જન જાગૃતિનો હિસ્સો બનીશું તો આ સિકલ સેલને હરાવી ને હંફાવી દઇશું...??
આ માટે મને યુવા મિત્રોની જરૂર છે..એવા યુવા મિત્રો જે આ સિકલ સેલની જંગ લડવા નિસ્વાર્થ ભાવે સેવા આપે...જો તમે તૈયાર હોઈ તો આવી જાવ મારી પાસે..હું તમને શીખવીશ કે લોકોમાં સિકલ સેલ જન જાગૃતિ કેવી રીતે લાવવી...
Dr Dexter patel
Bharuch
9924123714.
Comments
Post a Comment