મારું ગામ 25

 #dextersdiary 

  તહેવારોના દિવસો ચાલી રહ્યા છે... રસ્તાઓ પર આવન જાવન વધી ગઈ છે.. દરેક મિત્રો જે ગામડેથી શહેરો મા પોતાના વ્યવસાય કે નોકરી માટે આવેલા હતા એ થોડા દિવસો માટે પોતાના વતન તરફ જઈ રહ્યા છે.. જૂની યાદો ને મનમાં ને મનમાં તાજી કરી રહ્યા છે..  ગામની યાદો દરેક ને પોતાનું બાળપણ યાદ કરાવી જાય છે... ભારતીય સંસ્કૃતિ ની આજતો મઝા છે..


મારૂં ગામ...talodra(jhagadia,bhruch)


      હું અને મારૂં ગામ....એમ તો હું મારા વતનમાં જતો આવતો રહું છું(વાર,તહેવારે કે પ્રસંગોપાત) પણ બસ ફક્ત આવન જાવન કહી શકાય...ગામમાં શુ ચાલે છે ?? ગામ લોકોને કઈ કઈ તકલીફો છે ?? કે બીજા અનેક પ્રશ્નો વિશે કદી જાણવાની વધારે કોશિશ કરી નથી...છેલ્લા 25 વર્ષથી ગામની બહાર કહી શકું એમ રહ્યો છું....આ બધો સમય ભણવા અને કેરિયર બનાવવામાં વહી ગયો.(આ બધું દરેક માટે જરૂરી છે) એમ તો મારા ગામમાં શિક્ષણ માટે વ્યવસ્થા સારી છે..નજીકમાં હાઈસ્કૂલ સુધીની વ્યવસ્થા છે..એમ મારા ગામમાં ભણેલા લોકોની સંખ્યા ઘણી છે..પરંતુ થોડા સમયથી જોઇ રહ્યો છું કે શિક્ષણમાં થોડો ઠહેરાવ આવી ગયો છે..ઘણું બદલાય ગયું છે અને ઘણું બદલાય રહ્યું છે..પરિવર્તન એ સંસારનો નિયમ છે જેથી સમય સમયનું કામ કરશે...પરંતુ ઘણા સમયથી મને  એક ખાલીપો અનુભવાય રહ્યો છે કે મારા ગામ માટે અમારૂ યોગદાન કેટલું અને શું ??


  હું અને મારો પરમ મિત્ર બન્ને  આજ ગામમાં ભણ્યા અને અહિયાજ અમારૂ બાળપણ અને સ્કૂલી જીવન વીત્યું


અહીંયાંજ અમે જીવનનો મુખ્ય સમય મિત્રો,વડીલો સાથે વિતાવ્યો.. પછી જીવન ચક્રની દોડમાં આગળ વધતા રહ્યા... સમય એનો ચક્ર ફેરવી રહ્યો છે..આજે ડૉક્ટર બની ઠરીઠામ થયો છું..ભૂતકાળ વાગોડું છુ ત્યારે નજર સામે કેટલાંયે સંબંધો અને લોકોની ભગીદારી મારા આ સફળ ડૉક્ટર બનવામાં સામેલ છે તે જોઈ રહ્યો છું..ક્યાં હતો અને ક્યાં છુ ની કસમકશ ચાલી રહી છે..


  મારા ગામ માટે મારી જવાબદારી કેટલી.??.મારુ યોગદાન કેટલું ??


એવા નજાને કેટલા સવાલોના જવાબ મારી જેવા નજાને કેટલા મિત્રો શોધી રહ્યા છે.??..અને એથીજ હું અને મારો મીત્ર બન્ને એ નક્કી કર્યુ કે એક દિવસ આજીવન પોતાના ગામમાં ડૉક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપીશું ..અને જરૂરિયાત મંદ લોકોની સેવા કરીશું...


અમારૂ યોગદાન એક ડૉક્ટર તરીકે  અમારા ગામ માં


તલોદરા,(ઝગડીયા)..દર રવિવારે સવારે મળીશું..છેલ્લા 5 વર્ષ થઈ ગયા સર્વ રોગ નિદાન કેન્દ્ર ને.. વડીલોના ચહેરા પર સંતોષની અનુભૂતિ એજ અમારી મૂડી છે.. નવા વર્ષ ની શુભકામનાઓ..


Dr Dexter Patel


Dr Alpesh patel...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત