સિકલ સેલ ફોઉન્ડેશન ની વાત
#sicklecelldiary
મિત્રો.. સિકલ સેલ અવેરનેશ ફોઉન્ડેશન ને આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જન જાગૃતિ, નિદાન, સેમિનારો, નિદાન કેમ્પો વિગેરે આરોગ્ય લક્ષી સેવાઓ કરતા કરતા 15 વર્ષ જેવો સમય થઈ ગયો છે.. 1200 થી પણ વધારે સિકલ સેલ સેમિનારો અને નિદાન કેમ્પો આપના સહિયોગ થકી કરી શક્યા છે.. 500 થી પણ વધારે સિકલ સેલ ડિસિઝ ધરાવતા મિત્રો નિઃશુલ્ક દવાઓ, તપાશ, માર્ગદર્શન વિગેરે લાભો લઈ રહ્યા છે. આશ્રમ શાળા ઓ માં અભ્યાસ કરતા બાળકોને નોટો, પુસ્તકો વિગેરે જરૂરિયાત મુજબની વસ્તુઓ આપી રહ્યા છીએ..
પ્રથમ રવિવારે પ્રકૃતિ જનરલ હોસ્પિટલ. કોડબા ( સાગબારા, નર્મદા ) ખાતે સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષો થી ચલાવી રહ્યા છીએ. દર મહિને અંદાજે 250 થી વધારે સિકલ સેલ ડિસીઝ ધરાવતા મિત્રો નિઃશુલ્ક દવાઓ, તપાસ, માર્ગદર્શન વિગેરે લઈ રહ્યા છે.. અને અ સંખ્યા માં દર મહિને વધારો થતો જઈ રહ્યો છે. દવાઓ અને તપાસ એમ અંદાજે દર મહિને 1લાખ થી વધારે ખર્ચો થઈ રહ્યો છે જેથી જરૂરિયાત મંદ લોકો ને આપણે નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ આપી રહ્યા છીએ..
આ સેવા પત્ર આપ સુધી પોહચાડવાનો એકજ ધ્યેય છે કે આપ બનતી આર્થિક રીતે મદદરૂપ થઈ શકો... આપની ફૂલ નહીં તો ફૂલની પાંખડી ની મદદ થકી આપણે એવા જરૂરિયાત મંદ લોકોની સેવાના ભાગીદાર બની શકીશું જે લોકોને ખેરેખર આપની જરૂર છે.. તમે દવાઓ ની પણ મદદ કરી શકો છો.. જેવી કે
Tab Hydroxy urea 500
Tab folic acid
Tab Aciclopara
Tab calcium
Vit D 3
Dr Dexter patel
Sickle cell awareness foundation
C 131 meghdoot township
Near swaminarayan temple
Zadeshwar
Bharuch
392011
Mob.. 9924123714
Comments
Post a Comment