સિકલ સેલ ની શરૂવાત ની વાત

 #sicklecelldiary 

#missionsicklecellawareness

   સિકલ સેલ જન જાગૃતિ ની શરૂવાત 13 વર્ષ પહેલા કરી હતી ત્યારે ખબર ન હતી કે જીવનમાં લોક જાગૃતિ ને સેવા કરતા કરતા લાખો લોકોના સંપર્ક મા આવીશ... પોતાના માટે જીવતો હું કયારે સાર્વજનિક થઈ ગયો એ ખબરજ ના પડી.. લોકોને મદદરૂપ થતા થતા  કયારે હજારો લોકોના આશીર્વાદ રૂપી હાથ અને દુવાઓ થી પૃથ્વી પરનો ખુદકિસ્મત માણસ બની ગયો.. શરૂવાત ના સમય મા આદિવાસી ગામ અને જંગલો ખુબ ગમતા પરંતુ સમય વીતતો ગયો અને જંગલો ને નજીકથી સમજતો થયો ત્યારે ખબર પડી કે જંગલોની ખુબસુરતી ની સાથે ત્યાં રહેતા આદિવાસીઓ ની સંઘર્ષ ગાથા અને  વિપરીત પરિસ્થિતિ ઓ સાથે જીવન વ્યતીત કરતા લોકોની જીવન કહાનિયો થી તો આપણે પરિચિતજ નથી... સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર ખાતે જયારે એ લોકો મારી પાસે આવે છે ત્યારે ખબર પડે છે અહીંયા સુધી આવવા માટે એ લોકોએ કેટલું ચાલવું પડે છે અને પરોઢ સવારે નીકળવું પડે છે ત્યારે અમારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર પર સમય પર આવી પહોંચે છે.. અમે સિકલ સેલ જન જાગૃતિ માટે સંઘર્ષ કરીયે છે જયારે એ લોકો એમના જીવન નિર્વાહા માટે સંઘર્ષ કરતા હોઈ છે... હું આજે એમને સમજી ગયો છું કે એમની માટે પ્રાથમિકતા આરોગ્ય કરતા બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવા સંઘર્ષ કરવો પડતો હોઈ છે જેથી એ લોકો મારી પાસે નહિ આવી શકે એટલે અમારે એમના સુધી સિકલ સેલ જન જાગૃતિ કે નિદાન માટે જવાનુ છે.. અને એટલેજ અમે જંગલોમા સિકલ સેલ ને હરાવવા માટે નીકળી પડ્યા છે... એક દ્રઢ નિશ્ચય કર્યો છે કે સિકલ સેલ ને અમારા વિસ્તારોમાંથી નાબૂદ કરવા માટે મારા જેવા અનેક લોકોને તૈયાર કરીને રહીશ જેથી મારા પછી પણ સિકલ સેલ સામેની જંગ ચાલુ રહેશે.. અમે સિકલ સેલ ને હરાવીને રહીશું... 🎉🎉👍👍🙏🙏🙏🙏

Comments