સિકલ સેલ ફોઉન્ડેશન 26
#SickleCellDiary
સિકલ સેલ ક્લિનિક, જનજાગૃતિ અને શિક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પ્રયત્ન
SICKLE CELL AWARENESS FOUNDATION
Reg. No.: F/1826/Bharuch
Registered under Bombay Public Trust Act, 1950
અમારી તમામ સિકલ સેલ સંબંધિત આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક રહેશે.
અમારો પરિચય
સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યરત છે. શાળાઓ, કોલેજો, ITI, આશ્રમશાળાઓ તેમજ ગામડાઓમાં જઈને અમે સિકલ સેલ અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ NGO છે, જે આદિવાસી ડોક્ટરો અને સમાજસેવામાં સમર્પિત લોકોના સહયોગથી કાર્ય કરે છે.
અમારો ધ્યેય
આદિવાસી સમાજને સિકલ સેલ જેવી ગંભીર આનુવંશિક બીમારી વિશે યોગ્ય માર્ગદર્શન અને માહિતી ઉપલબ્ધ કરાવવી, જેથી લોકો સમયસર નિદાન અને સારવાર મેળવી શકે તથા આગામી પેઢીને આ રોગથી બચાવી શકાય.
સિકલ સેલ જનજાગૃતિ ઉપરાંત અમે વ્યસનમુક્તિ અને શિક્ષણના મહત્વ અંગે પણ જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ.
અત્યાર સુધીમાં અમે આદિવાસી વિસ્તારોમાં 900થી વધુ સિકલ સેલ સ્ક્રીનિંગ અને જનજાગૃતિ કેમ્પો સફળતાપૂર્વક યોજ્યા છે.
અમારી મુખ્ય પ્રવૃત્તિઓ
1. સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર – કોડબા (સાગબારા)
પ્રકૃતિ જનરલ હોસ્પિટલ ખાતે દર મહિનાના પ્રથમ રવિવારે સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર કાર્યરત છે.
અહીં નિઃશુલ્ક:
માર્ગદર્શન
સ્ક્રીનિંગ
જરૂરી ટેસ્ટ
દવાઓ
આપવામાં આવે છે. દર મહિને અંદાજે 200 થી 225 સિકલ સેલ ડિસીઝ ધરાવતા મિત્રો આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
2. સર્વરોગ અને સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર – તલોદરા (ઝઘડિયા)
દર ત્રીજા રવિવારે તલોદરા ખાતે માર્ગદર્શન કેન્દ્ર યોજાય છે. અહીં સિકલ સેલ ઉપરાંત અન્ય આરોગ્ય સમસ્યાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
સાથે જ આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે.
3. લોકભાગીદારીથી એમ્બ્યુલન્સ સેવા
સાગબારા વિસ્તારમાં લોકભાગીદારીના સહયોગથી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.
4. સિકલ સેલ રિસર્ચ સેન્ટર અને ક્લિનિક
તલોદરા (ઝઘડિયા) ખાતે સિકલ સેલ રિસર્ચ સેન્ટર, સિકલ સેલ ક્લિનિક અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ શરૂ કરવાની યોજના પર કાર્ય ચાલી રહ્યું છે.
ભવિષ્યની યોજના
આવનારા સમયમાં અંદરના વધુ આદિવાસી વિસ્તારો સુધી સિકલ સેલ જનજાગૃતિ, સ્ક્રીનિંગ અને માર્ગદર્શન સેવાઓ પહોંચાડવાનો અમારો સંકલ્પ છે.
આ માનવસેવાના કાર્યમાં આપના સહયોગ, ભાગીદારી અને વિશ્વાસ બદલ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
🙏🙏 આભાર
Sickle Cell Awareness Foundation
Dr. Dexter Patel
📞 9924123714
#sicklecellawarenessfoundation #sicklecelldiary #MissionSickleCellAwareness #TribalHealth #SickleCellAwareness #AdivasiDevelopment #EducationForAll
Comments
Post a Comment