સિકલ સેલ કવિતા 26
---
#SickleCellDiary
#MissionSickleCellAwareness
હે સિકલ સેલ...
તું મારા જીવનમાં મારા જન્મ સાથે જ આવી ગયો હતો. ભલે તારી ઓળખ મને મોડેથી થઈ, પરંતુ તારી આડઅસરો તો જન્મથી જ મારા શરીર પર શરૂ થઈ ગઈ હતી.
તારા કારણે સહન કરેલો અસહ્ય દુખાવો મને પછી સમજાયો, પરંતુ ત્યાં સુધીમાં તું મારા શરીરના અનેક અવયવોને નુકસાન પહોંચાડી ચૂક્યો હતો.
જ્યારે હું તારા વિશે સાચી જાણકારી મેળવી શક્યો, ત્યારે સમજાયું કે મારા જેવા હજારો આદિવાસી ભાઈ-બહેનોના શરીરમાં પણ તું વર્ષોથી પોતાનું અસ્તિત્વ બનાવી ચૂક્યો છે.
પણ હવે સમય બદલાઈ રહ્યો છે...
હવે અમે ડરતા નથી, લડી રહ્યા છીએ.
જ્ઞાન, જાગૃતિ, સમયસર તપાસ, યોગ્ય સારવાર, દવાઓ અને આનુવંશિક માર્ગદર્શન જેવા શક્તિશાળી હથિયારો સાથે અમે તારી સામે મક્કમપણે ઉભા છીએ.
સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન જેવી સામાજિક સંસ્થાઓ હજારો પરિવારોને જાગૃત કરી રહી છે, દર્દીઓને માર્ગદર્શન આપી રહી છે અને દરેક સિકલ સેલ વોરિયરને આશા તથા હિંમત આપી રહી છે.
હે સિકલ સેલ... હવે તારો ડર નહીં, તારી સામે અમારી લડત ચાલુ રહેશે.
"જાગૃતિ જ બચાવ છે – અને એક દિવસ સિકલ સેલ મુક્ત ભારત આપણું સપનું નહીં, હકીકત બનશે."
– Sickle Cell Awareness Foundation
#SickleCellAwareness #SickleCellDiary #MissionSickleCellAwareness #FightAgainstSickleCell
Comments
Post a Comment